[પાછળ]

શુકન જોઈ ને સંચરજો રે (જાન પ્રસ્થાન) શુકન જોઈ ને સંચરજો રે સામો મળ્યો છે જોશીડો રે, જોશ જોઈ પાછો વળીયો શુકન જોઈ ને સંચરજો રે સામો મળ્યો છે માળીડો રે, ફૂલગજરા આપી પાછો વળીયો રે શુકન જોઈ ને સંચરજો રે સામો મળ્યો છે દોશીડો રે, ચૂંદડી આપી પાછો વળીયો રે શુકન જોઈ ને સંચરજો રે સામો મળ્યો છે સોનીડો રે, કડલાં આપી પાછો વળીયો રે શુકન જોઈ ને સંચરજો રે સામો મળ્યો છે મણીયારો રે, ચૂડલાં આપી પાછો વળીયો રે શુકન જોઈ ને સંચરજો રે જોઈશે લીલેરા શા વાના રે, જડશે ગોકુળમાંના કાના રે શુકન જોઈ ને સંચરજો રે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]