[પાછળ]

ધીમી ધીમી મોટર હાંકો (જાનમાં ગવાતું ગીત) તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા પહેલે દરવાજે ઊભી રાખો રે પહેલે દરવાજે કસુંબીના હાટ છે ઘરચોળા મોલવીને આવો ને તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા બીજે દરવાજે ઊભી રાખો રે બીજે દરવાજે મણિયારાના હાટ છે ચૂડલો મોલવીને વેલા આવો રે તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા ત્રીજે દરવાજે ઊભી રાખો રે ત્રીજે દરવાજે સોનીડાના હાટ છે પહોંચો મોલવીને વેલા આવો રે તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા ચોથે દરવાજે ઊભી રાખો રે ચોથે દરવાજે સસરાજી ઊભા લાડી પરણીને વેલા આવોને તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]