[પાછળ]

વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત) મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય મોર જાજે ઊગમણે દેશ, મોર જાજે આથમણે દેશ વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ જીગરભાઈ વરરાજે સીમડી ઘેરી માણારાજ સીમડીએ કાંઈ ચમર ઢોળાવ, સીમડીએ કાંઈ ચમર ઢોળાવ ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ જીગરભાઈ વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ, ઝાંપે કાંઈ પાણીડાં છંટાવ ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ જીગરભાઈ વરરાજે શેરીયું ઘેરી માણારાજ શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ, શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ જીગરભાઈ વરરાજે માંડવો ઘેર્યો માણારાજ માંડવડે કાંઈ લાડકી પધરાવ, માંડવડે કાંઈ લાડકી પધરાવ લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ ગોત્રીજે કાંઈ રમતું મંડાવ, ગોત્રીજે કાંઈ રમતું મંડાવ રમતુંનો હોંશી વીરો મારો આવે માણારાજ ક્લીક કરો અને સાંભળોઃ અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]