[પાછળ]

વર તો પાન સરીખા પાતળા (જાનનું આગમન) વર તો પાન સરીખા પાતળા રે વરના લવિંગ સરખા નેણ રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો સીમડીએ આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં ગામડિયાનાં મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો સરોવરિયે આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં પાણીયારિયુંનાં મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો શેરીએ આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં પાડોશીનાં મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો માંડવે આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં સાસુજીના મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો માયરે આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં લાડલીના મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

[પાછળ]     [ટોચ]