[પાછળ]

બારે પધારો સોળે હો સુંદરી (વરરાજાનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ) બારે પધારો સોળે હો સુંદરી આંગણે અલબેલા ઊભા રહ્યાં આંગણે અલબેલા ઊભા રહ્યાં બારે નીકળતાં અમે હો લાજિયે અમને અમારા દાદા દેખશે અમને અમારા દાદા દેખશે તમારા દાદાને તીરથ કરાવું એક કાશી ને બીજી દ્વારિકા બારે પધારો સોળે હો સુંદરી આંગણે અલબેલા ઊભા રહ્યાં આંગણે અલબેલા ઊભા રહ્યાં બારે નીકળતાં અમે હો લાજિયે અમને અમારા કાકા દેખશે અમને અમારા કાકા દેખશે તમારા કાકાને તીરથ કરાવું એક કાશી ને બીજી દ્વારિકા બારે પધારો સોળે હો સુંદરી આંગણે અલબેલા ઊભા રહ્યાં આંગણે અલબેલા ઊભા રહ્યાં બારે નીકળતાં અમે હો લાજિયે અમને અમારા વીરા દેખશે અમને અમારા વીરા દેખશે તમારા વીરાને તીરથ કરાવું એક કાશી ને બીજી દ્વારિકા બારે પધારો સોળે હો સુંદરી આંગણે અલબેલા ઊભા રહ્યાં આંગણે અલબેલા ઊભા રહ્યાં ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]