[પાછળ]

સીતાને તોરણ રામ પધાર્યાં (વરરાજાને પોંખતી વખતનું ગીત) સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી પહેલું પોંખણું પોંખતાને વરની ભમર ફરકી, આંખલડી રતને જડી રવાઈએ વર પોંખો પનોતા, રવાઈએ ગોરી સોહામણા સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી બીજું પોખણું ધોંસરિયે વર પોંખો પનોતા, ધોંસરિયે ગોરી સોહામણા સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી ત્રીજું પોખણું ત્રાંકે વર પોંખો પનોતા, ત્રાંકે રેટિયાં સોહામણા સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી ચોથું પોખણું પીંડીએ વર પોંખો પનોતા, પીંડીએ હાથ સોહામણા ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]