[પાછળ]

હળવે હળવે પોંખજો (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું) હળવે હળવે પોંખજો રે લટકાળી હળવે હળવે પોંખજો રે કામણધીંગી એ વર છે વેવાઈનો લાડકડો કોકનો ચૂડલો પહેરીને જમાઈ પોંખવા ચાલી જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો લટકો ને મટકો ચડી જાશે ચટકો હળવે હળવે પોંખજો રે લટકાળી માંગ્યો સાડલો પહેરી જમાઈ પોંખવા ચાલી જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો લટકો ને મટકો ચડી જાશે ચટકો હળવે હળવે પોંખજો રે લટકાળી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]