[પાછળ]

કેસરિયો જાન લાવ્યો (માંડવાનું ગીત) કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે જાનમાં તો આવ્યા મુનશી, એને બેસવા જોશે ખુરશી રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે જાનમાં તો આવ્યાં મોટાં, દૂધે ભરી લાવો લોટા એલચી ને કેસરવાળા કેસરવાળા રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે જાનમાં તો આવ્યાં શેઠિયા, એને બેસવા જોશે તકીયા રેશમની ઝૂલવાળાં ઝૂલવાળાં રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે જાનમાં તો આવ્યાં ગોરા, વેવાણ તમે આવો ઓરા જાનમાં તો આવ્યાં બોરા, વેવાણ તમે લાવો દોરા સોનાના ઢાળવાળાં ઢાળવાળાં રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]