નાણાવટી રે સાજન બેઠું માંડવે
(માંડવાનું ગીત)
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા ભરી સભાના રાજા, એવા જીગરભાઈના દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવી ફૂલડિયાંની વાડી, એવી જીગરભાઈની માડી
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા અતલસના તાકા, એવા જીગરભાઈના કાકા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા લીલુડાં વનના આંબા, એવા જીગરભાઈના મામા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા હાર કેરા હીરા, એવા જીગરભાઈના વીરા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવી ફૂલડિયાંની વેલી, એવી જીગરભાઈની બેની
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
ક્લીક કરો અને સાંભળોઃ
|