ઘરમાં નો'તી ખાંડ
(માંડવામાં ગાવાનું ફટાણું)
ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તાં પારેખ?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તાં નાગર?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા'જન?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તાં વેપારી?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તાં મોટા?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડ્યા’તાં જમવા?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તાં વીવા?
મારા નવલા વેવાઈ
ઘરમાં નો'તું મીઠું ત્યારે શીદ બોલ્યા'તાં જુઠું?
મારા નવલા વેવાઈ
ક્લીક કરો અને સાંભળો જુની ગ્રામોફોન રેકોર્ડઃ
|