[પાછળ]

મારી બેનીની વાત ન પૂછો (માંડવામાં ગાવાનું ફટાણું) મારી બેનીની વાત ન પૂછો, મારી બેની બહુ શાણી રે એના ગોરા મુખડા આગળ ચંદરમા પણ કાળા રે તારી બેનીની શું વાત કરું હું કહેવામાં કંઈ માલ નથી બાંધી મૂઠી લાખની વેવાણ ખોલવામાં કંઈ સાર નથી મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો છે ભણેલ ગણેલ ઠરેલ બેની ઉજાળે ઘરનું નામ જી તારી બેનીના ઉપલા માળે નહિ અકલનું નામ જી મારી બેનીની વાત ન પૂછો, મારો બેની બહુ શાણી છે મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો છે મારા વીરાનો કંઠ બુલંદી, સૂણતાં ભાન ભૂલાવે જી તારા વીરાનો સૂર સાંભળતાં ભેંસ ભડકીને ભાગે જી મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો રે મારી બેનીની વાત ન પૂછો, મારો બેની બહુ શાણી રે મારી બેનીના ફોટા જાણે, ગુલાબ કેરા ગોટા જી તારી બેનીના ફોટા જાણે, ધુમાડાના ગોટા જી મારી બેનીની વાત ન પૂછો, મારો બેની બહુ શાણી છે મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો રે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]