[પાછળ]

એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું) એકડો આવડ્યો, બગડો આવડ્યો, ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યાં પણ પાંચડાનો પત્તો નહિ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ! એકડો આવડ્યો, બગડો આવડ્યો, ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યાં પણ પાંચડાનો પત્તો નહિ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ! લંડન ફર્યાં, પેરિસ ફર્યાં, દુબઈ ફર્યાં સહી ફરી ફરીને ખૂબ ફર્યાં પણ ફરતાં આવડ્યું નહિ! જમાઈ તને ફરતા આવડ્યું નહિ! જમાઈ તને ફરતા આવડ્યું નહિ! ચાઈનીઝ ખાધું, પંજાબી ખાધું, દેશી ખાધું સહી ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ ખાતાં આવડ્યું નહિ જમાઈ તને ખાતાં આવડ્યું નહિ! જમાઈ તને ખાતાં આવડ્યું નહિ! બૂટ પહેર્યાં, ચંપલ પહેર્યાં, સેન્ડલ પહેર્યાં સહી પહેરી પહેરીને ખૂબ પહેર્યાં પણ ચાલતાં આવડ્યું નહિ જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ! જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ! એકડો આવડ્યો, બગડો આવડ્યો, ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યાં પણ પાંચડાનો પત્તો નહિ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ! ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]