[પાછળ]

ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત) ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યાં વાજા વાગ્યાં ને વરવહુના હાથ મળ્યાં હૈયાં હરખ્યાં ને વરવહુના હાથ મળ્યાં પ્રેમે નીરખ્યાં ને વરવહુના હાથ મળ્યાં જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યાં ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યાં જેમ નદી ને સરવરના જળ મળ્યાં એમ વર ને કન્યાના હાથ મળ્યાં જેમ દૂધમાં જાય સાકર ભળી એમ વર ને કન્યાની જોડ મળી જેમ શોભે લહેરો સાગરમાં એમ શોભે વર-કન્યા માયરામાં જેમ ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ ઠરી એમ વર ને કન્યાની જોડ મળી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]