[પાછળ]

આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ - કન્યાપક્ષે) આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! જ્યારે પારવતીએ તપ ધરિયાં ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં જ્યારે બેનીબાએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! જ્યારે સીતાજીએ તપ ધરિયાં ત્યારે રામજી સરખા સ્વામી મળ્યાં જ્યારે લાડકડીએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! અહો પ્રભુજી અમર રહો! ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]