[પાછળ]

પરણ્યાં એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર) પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઊભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઊભા રહો તો માંગુ મારી માડી પાસે શીખ રે હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઢોલીડાં ધડૂક્યાં રે લાડી ચડી બેસો ગાડે રે

[પાછળ]     [ટોચ]