[પાછળ]

પરદેશી પોપટો (કન્યા વિદાય)

એક આવ્યો'તો પરદેશી પોપટો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો એક આવ્યો'તો પરદેશી પોપટો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેને મેલ્યાં ઢીંગલા ને મેલ્યાં પોતિયાં બેને મેલ્યો સૈયરુંનો સાથ કે ધુતારો ધૂતી ગયો એક આવ્યો'તો પરદેશી પોપટો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેની જમતા'તાં ને મેલ્યાં કોળિયા બેનીએ પકડી સાસરવાટ કે ધુતારો ધૂતી ગયો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો મારી સારી સૈયર ચાલી સાસરે વાંસે રડતા મેલ્યાં એના ભ્રાત રે બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો એક આવ્યો'તો પરદેશી પોપટો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

ક્લીક કરો અને સાંભળો જુની ગ્રામોફોન રેકોર્ડઃ

[પાછળ]     [ટોચ]