[પાછળ]
લવિંગ કેરી લાકડિયે
 
લવિંગ  કેરી   લાકડિયે  રામે  સીતાને   માર્યાં  જો
ફૂલ   કેરે   દડૂલિયે   સીતાએ    વેર   વાળ્યાં  જો

રામ!  તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો

રામ! તમારે બોલડિયે  હું  પરઘેર દળવા જઈશ જો
તમે જશો  જો પરઘેર  દળવા  હું ઘંટુલો  થઈશ જો

રામ! તમારે બોલડિયે  હું પરઘેર ખાંડવા જઈશ જો
તમે જશો  જો પરઘેર ખાંડવા  હું સાંબેલું થઈશ જો

રામ!  તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો

રામ! તમારે બોલડિયે હું આકાશ વીજળી થઈશ જો
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો

રામ!  તમારે બોલડિયે  હું બળીને ઢગલી થઈશ જો
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]