[પાછળ]
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે         
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને હાથના હિલોળામાં રાખો        
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો       
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને પગની પાનીમાં રાખો            
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો         
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને માથાના અંબોડામાં રાખો        
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને હાથની હથેળીમાં રાખો          
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો           
                     જોબનિયું કાલ્ય જાતું રે'શે

ક્લીક કરો અને સાંભળો
હેમુ ગઢવીના સ્વરમાં આ લોકગીતઃ

[પાછળ]     [ટોચ]