[પાછળ]
ટીપણી ગીત

ઘેરું ઘેરું નગારું બોલે છે                     
            મારી ટીપણીના તાલે તન ડોલે છે

ઝીણું ઝીણું ઝાંઝરિયું બોલે છે               
               મારા નેણલાં જોબનિયું ઢોળે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે                     
            મારી ટીપણીના તાલે તન ડોલે છે

હું ધાબા દઉં ને  મારી  ચુંદડી લહેરાય
મારું  છુંદણે  છુંદેલ  ગોરું રૂપ પરખાય
નાચે  નેણલાં ને  મારી  કમર્યું બલખાય
ગુંથ્યો ચંપો અંબોડલે વેરણ છેરણ થાય
 
મેઠી મેઠી શરણાઈયું બોલે છે               
           મારું ચિત્ત આજ ચડ્યું ચકડોળે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે                     
            મારી ટીપણીના તાલે તન ડોલે છે

મારા    રાજાને   રાણી  પરણવી છે
એથી રાતમાં મોલાત મારે ચણવી છે
અડે ગગન એવી ઈમારત ચણવી છે
એથી  ધરતીને  ટીપી  ધણધણવી છે

શંખ, ઝાઝ ને પખવાજ બોલે છે            
            મારું ટીપણીના તાલે તન ડોલે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે                     
            મારી ટીપણીના તાલે તન ડોલે છે

ક્લીક કરો અને સાંભળો
કૃષ્ણા કલૈના કંઠે ગવાયેલું આ ગીતઃ


[પાછળ]     [ટોચ]