[પાછળ] 
ના છડિયા હથિયાર
 
અલ્લાલા બેલી, અલ્લાલા બેલી, અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર, અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર, મરણે જો હકડીવાર
દેવોભા ચેતો,  ના છડિયા હથિયાર
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

પેલો ધીંગાણો પીપરડી જો કિયો
ઉતે કીને ન ખાધી માર, કીને ન ખાધી માર
દેવોભા  ચેતો,  કીને  ન ખાધી માર
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

હેબટ લટૂરજી મારું રે  ચડિયું બેલી
ઝલ્લી માછરડેજી ધાર, ઝલ્લી માછરડેજી ધાર
દેવોભા ચેતો, ઝલ્લી માછરડેજી ધાર
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

જોટો સ્કૂલ હણે છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા
દેવોજી ચેતો,  હેબટ લટૂર મુંજો ઘા
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

ડાબે તે પડખે ભૈરવ બોલે જુવાનો
ધીંગાણે મેં લોહેંજી ઘમસાણ
દેવોજી  ચેતો,     લોહેંજી ઘમસાણ
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી, અલ્લાલા બેલી

ક્લીક કરો અને સાંભળો
વેલજીભાઈ ગજ્જર અને હર્ષિદાબહેન રાવળના
 સ્વરમાં આ લોકગીતઃ

 [પાછળ]       [ટોચ]