[પાછળ]
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારાં હૈડાં હારોહાર, મારાં દલડાં લેરાલેર જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારે હારલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડાં લેરાલેર જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]