[પાછળ]
રૂમાલ મારો લેતા જજો
 
મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો
રૂમાલ મારો લેતા જાજો, કે  દલડું  તમારું દેતા જાજો

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો

લીલી ઘોડીના  અસવાર રે,  રૂમાલ મારો લેતા જાજો
એ  રુમાલ   લેતા   જાજો,   કે  દલડું   દેતા   જાજો

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો

ઓલ્યા વાણિયાના  હાટનો,   લીલા તે રંગનો રૂમાલ
મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો

ઉતારા  આલીશ   ઓરડા,  રૂમાલ મારો લેતા જાજો
મેડી  મોલાત્યું  માણશું  કે   રૂમાલ મારો લેતા જાજો

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો

ભોજન  આલીશ  લાડવા,   રૂમાલ મારો લેતા જાજો
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જાજો

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો

નાવણ  આલીશ  કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જાજો
ઝિલણિયાં  તળાવ   જાઇશું, રૂમાલ મારો લેતા જાજો

મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો

ક્લીક કરો અને સાંભળોઃ

અને સાંભળો આ જ લોકગીત મારવાડી ભાષામાં

[પાછળ]     [ટોચ]