[પાછળ]
સાયબા મુને મુંબઈમાં

સાયબા, હું તો તાંબાની હેલે પાણીડાં નહિ ભરું રે લોલ સાયબા, મુને રૂપલાં બેડાંની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે સસરા ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે સાસુ ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે જેઠ ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે જેઠાણી ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે દેર ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે દેરાણી ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ સાયબા, મારે નણદી ભલા પણ વેગળાં રે લોલ સાયબા, મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

[પાછળ]     [ટોચ]