[પાછળ]
પાંદડું પરદેશી
 
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો, પાંદડું પરદેશી

મારો સસરો  આણે  આવ્યો  હો, પાંદડું પરદેશી
ઈ  પીતળિયું   ગાડું  લાવ્યો  હો, પાંદડું પરદેશી
ઈ  ગાડાની મુને  ચૂંકું  લાગે  હો, પાંદડું પરદેશી
હું  તો  સસરા ભેરી  નહીં  જાઉં, પાંદડું પરદેશી
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો, પાંદડું પરદેશી

મારો  જેઠ   આણે   આવ્યો  હો, પાંદડું પરદેશી
ઈ  તો  ખોખલું ગાડું લાવ્યો  હો, પાંદડું પરદેશી
ઈ ગાડે  બેસી હું  નહિ જાઉં  હો, પાંદડું પરદેશી
હું  તો જેઠ  ભેરી નહીં  જાઉં હો, પાંદડું પરદેશી
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો, પાંદડું પરદેશી

મારો  પરણ્યો  આણે  આવ્યો હો, પાંદડું પરદેશી
ઈ  તો ઝાંપેથી  ઝરડું લાવ્યો  હો, પાંદડું પરદેશી
ઈ  ઝરડે બેસીને હું તો જઈશ હો, પાંદડું પરદેશી
હું  પરણ્યા ભેરી  ઝટ  જાઉં  હો, પાંદડું પરદેશી
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો, પાંદડું પરદેશી

   *    *    *    *    *    *    *

[અન્ય પાઠ]
પાંદડું  ઊડી  ઊડી  જાય  રે, પરદેશી લાલ પાંદડું
પાંદડું  ઊડી  ઊડી  જાય  રે, પરદેશી લાલ પાંદડું
પાંદડાની માયા મુને લાગી રે, પરદેશી લાલ પાંદડું
પાંદડું  ઊડી  ઊડી  જાય  રે, પરદેશી લાલ પાંદડું

ઓ  માડી  મારો  સાસરો  આણે  આવ્યો
માડી  હું  તો  સસરા ભેળી  નહિ જાઉં રે
સાસુજી  મેણાં મારે,  પરદેશી લાલ પાંદડું

ઓ  માડી   મારો  જેઠજી  આણે  આવ્યો
માડી  હું  તો  જેઠજી  ભેળી  નહિ   જાઉં
જેઠાણી  મેણાં  મારે, પરદેશી લાલ પાંદડું

ઓ  માડી  મારો   દેરજી   આણે  આવ્યો
માડી  હું  તો  દેરજી  ભેળી   નહિ  જાઉં
દેરાણી  મેણાં  બોલે, પરદેશી લાલ પાંદડું

ઓ  માડી  મારો  પરણ્યો  આણે  આવ્યો
માડી  હું  તો  પરણ્યા  ભેળી  ઝટ  જાઉં
પરણ્યોજી મીઠું બોલે, પરદેશી લાલ પાંદડું

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]