[પાછળ]
સૈયર મેંદી લેશું રે
 
મેંદી લેશું,  મેંદી લેશું,  મેંદી મોટા ઝાડ           
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર           
                                 સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં  વાળી મેલ   
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ  
                                 સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં  ભરી મેલ   
મેં ભોળીએ એમ જાણ્યું કે  બેડલાં  ફોડી મેલ   
                                 સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ      
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ      
                                 સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ      
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ     
                                 સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું,  મેંદી લેશું,  મેંદી મોટા ઝાડ           
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર           
                                 સૈયર મેંદી લેશું રે

ક્લીક કરો અને સાંભળો
આ સુંદર લોકગીતને એક ફિલ્મીગીત તરીકે
જેમાં શ્રી અવિનાશભાઈએ ગાવાનો ઢાળ
એ જ રાખી મૂળ ગીતનાં શબ્દો ફેરવી નાખ્યાં છેઃ

[પાછળ]     [ટોચ]