[પાછળ]
રાધકા રંગભીની
 
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારા માથાનો અંબોડો હો      
            રાધકા રંગભીની
જાણે છૂટ્યો તેજીનો ઘોડો હો     
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારી આંખ્યુંનાં ઉલાળા હો      
            રાધકા રંગભીની
જાણે દરિયાનાં હીલોળા હો      
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારા નાકડિયાની દાંડી હો      
            રાધકા રંગભીની
જાણે દીવડીએ શગ માંડી હો     
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારા હાથની  હથેળી હો      
            રાધકા રંગભીની
જાણે બાવલપરની થાળી હો      
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારા હાથની આંગળિયું હો      
            રાધકા રંગભીની
જાણે ચોળામગની ફળિયું હો      
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારા પેટડિયાનો ફાંદો હો      
            રાધકા રંગભીની
જાણે ઊગ્યો પૂનમચાંદો હો      
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

તારા વાસાંના વળાંકો હો       
            રાધકા રંગભીની
જાણે સરપનો સડાકો હો       
            રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો   
            રાધકા રંગભીની

[પાછળ]     [ટોચ]