પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
ક્લીક કરો અને સાંભળોઃ
નોંધઃ અવિનાશ વ્યાસના ગીત-સંગીત ધરાવતી "આશા ભોસલે-ગુજરાતી ગીતો" નામની એક રેકોર્ડ (SEDE 3323) ધ ગ્રામોફોન કંપની લિ.એ ૧૯૬૮માં કોલંબિયાના લેબલ હેઠળ બહાર પાડી હતી જેમાં આશા ભોસલેના ગાયેલા નીચે પ્રમાણેના ચાર ગીત હતાઃ
A1 છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા લાવજો
A2 ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતાં પાણી
B1 તારા ફળિયામાં પગ નહિ મૂકું
B2 મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
|