[પાછળ]
ધમ ધમક ધમ સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ...   સાંબેલું...
અલક મલકનું અલબેલું...   સાંબેલું...
જનમ જનમથી વહુને માથે ભાંગેલું...
સાંબેલું...                

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..                 

ધમ ધમક ધમ ધમ ધમ...   સાંબેલું...
અલક મલકનું અલબેલું...   સાંબેલું...

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો  કુવો  ઊંડો, જેઠ એવો  ભૂંડો
સાંબેલું...                
	
ધમ ધમક ધમ ધમ ધમ...   સાંબેલું...
અલક મલકનું અલબેલું...   સાંબેલું...

હોય છો  ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું...                   

ધમ ધમક ધમ ધમ ધમ...   સાંબેલું...
અલક મલકનું અલબેલું...   સાંબેલું...

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો, મગનો  શીરો,  એવો નણંદનો  વીરો
સાંબેલું...                    

ધમ ધમક ધમ ધમ ધમ...   સાંબેલું...
અલક મલકનું અલબેલું...   સાંબેલું...

ક્લીક કરો અને સાંભળો આશા ભોસલેના સ્વરમાં આ એક અનોખું લોકગીતઃ
[પાછળ]     [ટોચ]