પાપ તારું પરકાશ જાડેજા
પાપ તારું પરકાશ…
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી
વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી, વાળી ગોંદરેથી ગાય રે
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી, પાદર લૂંટી પાણિયાર રે
વનના મોરલા મારિયા, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
ફોડી સરોવર પાળ, તોળી રાણી, ફોડી સરોવર પાળ રે
વન કેરા મૃગલા મારિયા, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
લૂંટી કુંવારી જાન, તોળી રાણી, લૂંટી કુંવારી જાન રે
સતવીસું મોડબંધા મારિયા, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
હરણ હર્યાં લખચાર, તોળી રાણી, હરણ હર્યાં લખચાર રે
એવાં કરમ તો મેં કર્યાં, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
જેટલા મથેજા વાળ, તોળી રાણી, જેટલા મથેજા વાળ રે
એટલા કુકરમ મેં કર્યાં, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી
પુણ્યે પાપ ઠેલાય, જાડેજા, પુણ્યે પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે –એમ તોરલ કહે છે જી
ક્લીક કરો અને સાંભળો સંક્ષિપ્તમાં
દિવાળીબેન ભીલ અને ઈસ્માઈલ વાલેરાના
સ્વરમાં આ લોકગીતઃ
આ લોકગીત અનેક ગાયકોએ
જુદા જુદા શબ્દો સાથે ગાયું છે.
દીના ગાંધર્વ અને હેમુ ગઢવીની જુગલજોડીએ
ગાયેલું આ વર્ઝન આજે પણ ઘણું લોકપ્રિય છેઃ
|