[પાછળ]
મોરના પીંછડાંવાળો રે

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો

મુગટ છે એનો રે રૂપાળો કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો

માથે  મુગટ  એણે  પહેર્યું  પીતાંબર           
ગુંજાનો હાર રઢિયાળો રે કાનુડો ઓલ્યો           
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો…                    

ખંભે છે કામળી ને હાથમાં છે લાકડી           
મીઠી મીઠી મોરલીવાળો રે કાનુડો ઓલ્યો           
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો…                    

નરસૈયાંના  નાથને  નજરે  નિહાળતાં           
આવે છે ઉરમાં ઉછાળો રે કાનુડો ઓલ્યો           
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો…                    

ક્લીક કરો અને સાંભળો
છેલશંકર દવે અને સાથીદારોના સ્વરમાં આ લોકગીતઃ
 
[પાછળ]     [ટોચ]