[પાછળ]
વનમાં ચાંદલિયો ઊગ્યો રે

વનમાં ચાંદલિયો ઊગ્યો રે                      
               કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે             
                          ઉતારા કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે             
                           દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા ઝારીયું  લઉં સાથ રે              
                           દાતણ કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે              
                          ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા સુખડી લેજો સાથ  રે              
                          ભોજન કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે              
                          ભોજન કરવાને કાજ રે

ક્લીક કરો અને સાંભળો ૧૯૭૫ના ચિત્રપટ
‘શેતલને કાંઠે’માં થયેલી આ લોકગીતની રજૂઆતઃ
સ્વરઃ સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

[પાછળ]     [ટોચ]