[પાછળ]
વનમાં બોલે ઝીણા મોર

વનમાં બોલે  ઝીણા મોર, કોયલ રાણી કિલોળ કરે રે લોલ!
ઝીણા  ઝરમર  વરસે  મેહ,  વાદલડી  વાયે  વળે  રે લોલ!

બેની મારો  ઉતારાનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે  સાતમ  ને  સોમવારે,  આઠમની  મધરાતે  રે લોલ!

બેની મારો  દાતણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે  સાતમ  ને  સોમવારે,  આઠમની  મધરાતે  રે લોલ!

બેની  મારો નાવણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે  સાતમ  ને  સોમવારે,  આઠમની  મધરાતે  રે લોલ!

બેની મારો ભોજનનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે  સાતમ  ને  સોમવારે,  આઠમની  મધરાતે  રે લોલ!

બેની મારો  પોઢણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે  સાતમ  ને  સોમવારે,  આઠમની  મધરાતે  રે લોલ!

ક્લીક કરો અને સાંભળો
દીના ગાંધર્વ અને સાથીદારોના કંઠે
આ લોકગીતઃ

[પાછળ]     [ટોચ]