[પાછળ]
ગોકુળ આવો ગિરધારી

(ચોમાસાના ચાર મહિનાનો ચારણી છંદ)

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો  ગિરધારી

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ ભરસે, અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે, સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો  ગિરધારી

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા, હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો  ગિરધારી

આસો મહિનારી, આસ વધારી,  દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી,  મથુરારી
ભ્રખુભાન  દુલારી,  કહત પુકારી, તમે થીયારી તકરારી
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો  ગિરધારી
 
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]