હું તો લહેરિયું રે ઓઢી હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે મને પૂછે આ નગરીના લોક આ તો કોણે લીધેલું છે આ લહેરિયું રે મારા સસરાજીનું લીધેલ લહેરિયું રે મારી સાસુની પાડેલ ભાત આ તો કોનું રે લીધેલ છે લહેરિયું રે આ તો કોનું રે વ્હોરેલ છે લહેરિયું રે હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે મારા જેઠજીનું લીધેલ લહેરિયું રે મારી જેઠાણીની પાડેલ ભાત આ તો કોનું રે લીધેલ છે લહેરિયું રે આ તો કોનું રે વ્હોરેલ છે લહેરિયું રે હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે મારા પરણ્યાજીનું લીધેલ લહેરિયું રે મને લહેરિયું ઓઢ્યાની ઘણી હામ આ તો એનું રે લીધેલ છે લહેરિયું રે આ તો એનું રે વ્હોરેલ છે લહેરિયું રે હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે મને પૂછે આ નગરીના લોક આ તો કોનું લીધેલ છે આ લહેરિયું રે ક્લીક કરો અને સાંભળો: દિવાળીબેન ભીલના સ્વરમાં આ લોકગીતઃ
|