[પાછળ]
કાનુડે કવરાવ્યાં

કાનુડે કવરાવ્યાં, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...
          ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યાં        
રમતાંને રોવડાવ્યા રે               
          ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં        
વણદોહ્યાં ને ધવરાવ્યાં રે             
          ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાં       
ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડાં           
          ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

પુરુષોત્તમ વ્હાલા  પ્રાણ અમારા       
તમે જીત્યા ને અમે હાર્યાં રે           
          ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

ક્લીક કરો અને સાંભળો
પ્રફુલ્લ દવે અને દમયંતી બારડાઈના
સ્વરમાં આ લોકગીતઃ

[પાછળ]     [ટોચ]