[પાછળ]
આવડા મંદિરમાં હું તો એકલી

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ                     
                     આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ                
                   પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ                
                   પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

તમારે પરમાર સૈંયર સામટી રે લોલ                      
રે'જો તમો રાજું કેરી રીત જો                             
                        પંડડા રે'શે તો પાછા પૂગશું રે લોલ
            અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ                     

ઘરમાં સાસુ ને નણંદ દોહ્યલાં રે લોલ                      
મહિયરની લાંબડી છે વાટ જો આ                         
                   પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

તમારે પરમાર સૈંયર સામટી રે લોલ                      
રે'જો તમો વહુઆરુની રીત જો                           
                        પંડડા રે'શે તો પાછા પૂગશું રે લોલ
            અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ                     
કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ                 
                   પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ                     
            અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ

ક્લીક કરો અને સાંભળોઃ


વિસરાઈ ગયેલું આ અદ્‌ભુત લોકગીત શોધી કાઢી
તેને ફરી ઉપલબ્ધ કરાવનાર કાંદિવલી(મુંબઈ)ના
યુવાન કલાકાર હાર્દિક ભટ્ટને ખૂબ ખૂબ અભિનંદન.

દીના ગાંધર્વ અને હેમુ ગઢવીના સ્વરમાં ગવાયેલું આ કારુણ્યસભર અને
અર્થગંભીર ગીત સાંભળી તમારું મન ભારે થઈ ગયું હોય તો
ટીખળની દુનિયામાં જઈ હળવા થઈ જવા વાંચોઃ
જગદીશ ત્રિવેદીનો લેખ
[પાછળ]     [ટોચ]