હાલાજી તારા હાથ વખાણું
[સૌરાષ્ટ્રના લોકગાયકોમાં સારી લોકપ્રિયતા પામેલા આ ચારણી બોલીના યુદ્ધગીતનો પાઠ પૂરો પાડવા બદલ જાણીતા ફિલ્મ તજજ્ઞ શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર. તેમણે આપેલો પાઠ કેટલાંક શાબ્દિક ફેરફાર સાથે અત્રે રજૂ કરાયો છે.]
હે... અબજડીયો જડીયો જંગલમાં વસે ને ઘોડાનો ઈ દાતાર
પણ ત્રુઠ્યો રાવળ જામને જ રે એ... એણે હાંકી દીધો હાલાર
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.
રાવણ સરીખો રાજિયો હો પરગટ મેરુ પ્રમાણ
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.
સવ ઢળે ભોમ હર ઢોળ પ્રાણ મુદત અતિ પાયો
દેશું રાવણ જામ અંગ આપે પછડાયો
હુઈ કટંકા હાથ તૂટી સિંધણ સંચાણા
મરતા જોર મરદ અતિ રે અણભંગ અટાળા
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.
એ... ખ્યાસો ખૂની જાણ અંગ મહેરાણ અજાણી
પટ્ટી ઘોડી પૂંઠ તત્ ખણ મેલે તાણી
આગે ભાગ્યો જાય, ભોમ અંતર નવ ભાંગે
આણે મન ઉચાટ લેખ લખ દા નવ લાગે
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.
અસિ બાજ ઉડાણી પવનવેગે પડકારી
ત્રુટી તારા જેમ ધીર પંખણ ધજધારી
બરછટ જોર બરાડ ભીમ ભારત બછુટ્યો
કરે ક્રોધ કરતાંત શંખ લેવા કર ત્રુટ્યો
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.
એ... તવ હંસ ગેંદ પર ચડ્યો ગેંદ પર સિંહ બિરાજે
સિંહે સાગર શિર ધર્યો તા પર તો ગિરિવર ગાજે
ગિરિવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે
કોયલ પે એક કીર, કીર પર મૃગ હીંડોલે
મૃગે શશિધર શિર ધર્યો, તા પર તો શેષ બિરાજે
કહે કવિજન, સુણો ગુણીજન, હંસ ભાર કિતનો સહે
રે ભાઈ, હંસ ભાર કિતનો સહે, રે ભાઈ, હંસ ભાર કિતનો સહે
ક્લીક કરો અને સાંભળો પ્રાણલાલ વ્યાસના સ્વરમાં
ફિલ્મ ‘સોનબા અને રૂપબા’માં રજૂ થયેલ
આ ચારણી બોલીનું યુદ્ધગીતઃ
અને સાંભળો ઈસ્માઈલ વાલેરા, દાદુભાઈ ખુમદાન ગઢવી અને
કનુભાઈ દેવીદાન બારોટના સ્વરમાં આ ચારણી બોલીનું યુદ્ધગીતઃ
|