[પાછળ] |
હો વાલીડા! હો વાલીડા! નેણાંના બાણ મારીયા હારલા ઉપર પારલો વહાલે હોંશથી ઘડાવ્યો હોંશથી ઘડાવ્યો ને હીરલે જડાવ્યો હો વાલીડા! નેણાંના બાણ મારીયા કડલા ઉપર કાંબિયું વહાલે હોંશથી ઘડાવેલ હોંશથી ઘડાવેલ સોનીડે લડાવેલ હો વાલીડા! નેણાંના બાણ મારીયા નથડી ઉપર ટીલડી વહાલે હોંશથી ઘડાવેલ હોંશથી ઘડાવેલ સોનલે મઢાવેલ હો વાલીડા! નેણાંના બાણ મારીયા ચૂડલા ઉપર ચૂંદડી વહાલે હોંશથી વોરાવેલ હોંશથી મંગાવેલ મોતીડે વધાવેલ હો વાલીડા! નેણાંના બાણ મારીયા ક્લીક કરો અને સાંભળો હેમુ ગઢવી અને દીના ગાંધર્વના સ્વરમાં આ લોકગીતઃ |
[પાછળ] [ટોચ] |