[પાછળ]
દેર મારી અંગૂઠડીનો ચોર
 
દેર મારી  અંગૂઠડીનો  ચોર
દેર મારી અંગૂઠડી ખોવાણી

ક્યો તો ભાભીજી ચૂડલો ઘડાવી દઉં
ચૂડલે રતન જડાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,  હા ભાઈ હા રે ભાભલડી

ક્યો તો ભાભીજી નથણી ઘડાવી દઉં
નથણીએ હીરલા રે જડાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,  હા ભાઈ હા રે ભાભલડી

ક્યો તો ભાભીજી કડલાં ઘડાવી દઉં
કડલે રતન જડાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,  હા ભાઈ હા રે ભાભલડી

ક્યો તો ભાભીજી ઝાંઝરી ઘડાવી દઉં
ઝાંઝરે ઘુઘરી રે મૂકાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,  હા ભાઈ હા રે ભાભલડી

દેર મારી  અંગૂઠડીનો  ચોર
દેર મારી અંગૂઠડી ખોવાણી

ક્લીક કરો અને સાંભળો
રાજુલ મહેતાના સ્વરમાં આ લોકગીતઃ
 
[પાછળ]     [ટોચ]