ઊંચી તલાવડીની કોર ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણી નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની વગડે ગાજે મુરલીના શોર પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો ભીંજી ભીંજી જાય મારા સાળુડાની કોર આંખ મદીલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર છાનો મારે આ સૂનો દોર પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો સ્વરઃ આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ (૧૯૫૮) ક્લીક કરો અને સાંભળોઃ
|