સમય વીતી ચૂકેલો છું
પરિચિત છું છતાં ય દૂર ખૂણામાં ઊભેલો છું
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું.
તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તો એ ગણતરીથી રૂઠેલો છું.
ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.
ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝૂકેલો છું
સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ ગુલામ અબ્બાસ ‘નાશાદ’
ક્લીક કરો અને સાંભળોઃ
|