સપનામાં આવી મને સપનામાં આવી મને કેમ તું સતાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે સપનામાં આવી મને કેમ તું સતાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે આમ તને જોઈ મને રોષ બહુ આવે પણ પાંપણ તો પ્રીતનું પાથરણું બીછાવે સપનામાં આવી મને કેમ તું સતાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે કયા રે જનમનો તું મારો વેરી તારી પ્રીતે તો મને અણધારી ઘેરી મનડાંના મંથનમાં કેમ તું મૂંઝાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે સપનામાં આવી મને કેમ તું સતાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે તંગ ચોળી ને કસકસ જોબન દીધું તુજ પર વારી આજે મને ખબર પડી કે તું જિત્યો હું હારી હું તરસી સરવર કાંઠે કેમ તું સતાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે સપનામાં આવી મને કેમ તું સતાવે તારી યાદ મારે મને નિંદરું ન આવે સ્વરઃ અલકા યાજ્ઞિક ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ વાવાઝોડું (૧૯૮૪) ક્લીક કરો અને સાંભળોઃ
|