[પાછળ]
ભૂલાતી નથી
 
ભૂલાતી નથી  એ  સુખી  જિંદગીને
હંમેશા હતી જ્યાં  ખુશી  જિંદગીને

ખુશી  જિંદગી  બાળપણમાં ગુજારી
જુવાનીએ  કીધી  દુઃખી   જિંદગીને

મળે  વૃદ્ધપણું  ત્યારે  પસ્તાવો થાયે
દુઃખોમાં  ગુજારે   રડી    જિંદગીને

કર સતસમાગમ  તો જીવન સુધરશે
દુઆઓ  મળે  છે  ભલી  જિંદગીને

કીધો  બોધ  સત્તારશાહ  સદગુરૂએ
કૃપા મુજ  પ્રભુની  મળી   જિંદગીને

રચના, સ્વર અને સ્વરાંકનઃ
નારાયણસ્વામી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]