પૂછો ના અમનેપૂછો ના અમને પ્યારમાં શું શું થયું નથી
સોગન તમારા કાંઈ પણ બાકી રહ્યું નથી
નફરત કરી રહ્યા છો ભલે પ્યારથી તમે
એ તો બતાવો કોણ એ રસ્તે ગયું નથી
આઘાત છે કે ધૈર્ય છે એની નથી ખબર
મારાં નયનથી એક પણ અશ્રુ વહ્યું નથી
ઉપચારકોને છોડો ‘અમર’ને જઈ મળો
એવું કયું છે દર્દ જે એણે સહ્યું નથી
સ્વરઃ કમલ બારોટ
રચનાઃ અમર પાલનપુરી
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ક્લીક કરો અને સાંભળોઃ
|