[પાછળ]
મેળે જાતાં ભેળો થયો

મેળે  જાતાં   ભેળો  થયો   છોગાળો  છેલ
આંખો દઈને આંખ ઉલાળી કરી લેતો મેળ

સૈયર કહ્યું  નવ  જાય
દરદ ઝીણું ઝીણું થાય

એક તો મહિનો શ્રાવણનો ને વાગ્યાં એના પાવા
ઝીણો  ઝીણો  મેહુલો વરસે   હૈયાં નાખે ઝાવાં

પીડા મનને વેડી ખાય
મારો જીવ  વહ્યો જાય

મેળે  જાતાં   ભેળો  થયો   છોગાળો  છેલ
મેળે  જાતાં   ભેળો  થયો..                 

લાલ ગુલાબી મુખડું મારું ચૂંદડી તાણી ઢાંકું
નેણ ઉઘાડાં ને નીરખવાને  ઘૂંઘટડાથી ઝાંકું

એવી  છોગાળાને  કાજ
મૂકી  લોકડીયાની લાજ

મેળે  જાતાં   ભેળો  થયો   છોગાળો  છેલ
આંખો દઈને  આંખ ઉલાળી કરી લેતો મેળ

સૈયર કહ્યું  નવ  જાય
દરદ ઝીણું ઝીણું થાય

મેળે  જાતાં   ભેળો  થયો   છોગાળો  છેલ
મેળે  જાતાં   ભેળો  થયો..                 

સ્વરઃ કમલ બારોટ
ગીતઃ આનંદ ધનજીભાઈ પટેલ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ક્લીક કરો અને સાંભળોઃ

આ દુર્લભ ઓડિયો ક્લીપ મેળવી આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.
[પાછળ]     [ટોચ]