કુમકુમ પગલે જા
જા... જા...
કુમકુમ પગલે જા
જા... કુમકુમ પગલે જા
જા... કુમકુમ પગલે જા
સાથી તારો સત્ય હશે ને શૃંગાર મર્યાદા
કુમકુમ પગલે જા
વન પવન અને ગગન ખુશ છે
ખુશ છે સારી ખુદાઈ
પણ ફૂલો પૂછે છે બહેની
કેમ થઈ શૂળદાયી?
કેમ થઈ શૂળદાયી?
સૌને જવાબ આપીશ હું
તું તારે ખુશ થા
કુમકુમ પગલે જા
જા... કુમકુમ પગલે જા
સૌના સુખનો સૂર બનીને
જયજયવંતી થાજે
આપને ભૂલી, બાપને ભૂલી
રાગ ત્યાગનાં ગાજે
રાગ ત્યાગનાં ગાજે
શ્રદ્ધા છે મને પૂરેપૂરી
શ્રદ્ધા થઈ જી જા
જા... જા...
જા... જા...
સ્વરઃ મન્ના ડે
ગીતઃ મનુભાઈ દેસાઈ
સંગીતઃ મોહન બલસારા
ચિત્રપટઃ કુમકુમ પગલાં (૧૯૭૨)
ક્લીક કરો અને સાંભળોઃ
|