[પાછળ]
સખી નીતરે શ્રાવણ

સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ નથી એને કાંઈ જંપ નથી મનને આ ચેન આકાશે જોઈ મેં તો છાયા ઘનશ્યામની ને જાગી ઊઠ્યાં શમણાંના ગીત જોઈ જોઈ ઝંખુ ને ઝૂરું હું રાત’દી એવી મારી પાગલની પ્રીત વીજળી ચીરે વ્યોમને મને વેદના ચીરે તેમ સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ કોણ જાણે એવું શું આવે છે યાદ કે નીતરે છે આંખમાંથી ધારા આખા આ આયખાને આમ કાં દઝાડતા કોની તે યાદના અંગારા નથી ઊજળાં દિવસ ઘોર અંધારી રેન સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ નથી એને કાંઈ જંપ નથી મનને આ ચેન સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ

સ્વરઃ સુધા મલ્હોત્રા ક્લીક કરો અને સાંભળોઃ [Source : www.tahuko.com]
[પાછળ]     [ટોચ]