[પાછળ]
પાછું વાળીને જેણે

પાછું વાળીને જેણે  ન જોઈ જાનકીને
કરીએ  કિયો  રે  ભરોસો  ભગવાન
રામ...   હે રામ!

લાંબા છે  દા'ડા  એથી  લાંબી  છે  રાતો
ખારા જીવતરની કરીએ કોને જઈને વાતો

વસમી વેળાએ  તું તો
પડખે આવી ન ઊભો

કરીએ  કિયો  રે  ભરોસો  ભગવાન
કરીએ  કિયો  રે  ભરોસો  ભગવાન
રામ...   હે રામ!

લાગ્યો છે  કારમો  દવ  હે  ડુંગરીએ
દિશા ન સૂઝે  હવે દોડીને  શું કરીએ

પોઢ્યો  પાતાળે  જઈને 
શોધ્યો ન જડિયો તારો

કરીએ  કિયો  રે  ભરોસો  ભગવાન
કરીએ  કિયો  રે  ભરોસો  ભગવાન
રામ...   હે રામ!

પાછું વાળીને જેણે  ન જોઈ જાનકીને
કરીએ  કિયો  રે  ભરોસો  ભગવાન
રામ...   હે રામ!

સ્વરઃ ભૂપિન્દર
ગીતઃ ધીરૂબહેન પટેલ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ ભવની ભવાઈ (૧૯૮૧)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]