ચંપલના ચાર આના હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ! હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ! …બૂટપાલિસ! …બૂટપાલિસ! આવો મારા અમદાવાદના શાહીબાગના વાસી ઉપરથી ચિંગુસ લાગો પણ લક્ષ્મી તમારી દાસી પેરટ? હૈ હૈ કોબરા? ચેરીબ્લોસમ? કયું પાલિસ મારું? બોલો, કયું પાલિસ મારું? એ સાચા અમદાવાદીને ભૈ મસ્કાપાલિસ સારું હોય તો ભૈ મસ્કાપાલિસ સારું ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ હેંડ હેંડ! ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ હુરત એટલે હુરત સદાય હસતી સૂરત ભાંગીને ભૂકો થાય પણ સોના જેવી મૂરત આવો મારા હૂરતીલાલા આવો આવો આવો તે વરી હું ઘેરે ગયેલો ને તે પટેલીમાં ઊંધિયું કરેલું! ઊંધિયામાં હું તરીને નાંખ્યું? તેલનો કાઢ્યો રેલો અરે હુરતીલાલા જમણા પગનો જોડો અહીંયા મેલો હૈં ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ શું કે છ? ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ એલા ચાલીસ ચાલીસ હું કરે? હું તો હુરતી લાલો હું હરિ જરીવાળો પાલિસ ઉપર ઘીની ગાલ્લી ભુસું ઉપરથી ઢાળીશ! ભુસું ઉપરથી ઢાળીશ! …બૂટપાલિસ! …બૂટપાલિસ! હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ! હે.... એવું કાઠીયાવાડનું પગરખું જ રે...!! ઈને પાલિસ બાલિસ કોઈ દી’ નો થાય !! ઈમાં પાલિસની.. ઈમાં પાલિસની.. એક બે ડબલી નહિ હે ઈમાં ડબલાં હાલ્યાં જાય !!! મારા પાલિસવાળી ચંપલ સ્નેહલતાયે પહેરે પહેરી નાચે ઝાઝું એનું જોબનીયું કાંઈ લહેરે મારા પાલિસવાળી ચંપલ સ્નેહલતાયે પહેરે ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ! …બૂટપાલિસ! …બૂટપાલિસ! સ્વરઃ આશા ભોસલે, ઘનશ્યામ નાયક, રસિક પાઠક ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯) ક્લીક કરો અને સાંભળોઃ
|