[પાછળ]
વાત બહાર જાય નહિ

વાત બહાર જાય નહિ વાત બહાર જાય નહિ આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહિ નામ હોય સુનયના, આંખડીઓ બાડી ડાહ્યાભાઈ દીકરો, વાત કરે ગાંડી કાણાને કાણો કહી કદી બોલાવાય નહિ આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહિ જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી વાત કરે લાખોની ખાલી હોય મુઠી જૂઠાને જૂઠું કહી કદી વગોવાય નહિ આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહિ નીવડે કપુત તોયે શેઠિયાનો સુત શાણો ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો સમજ્યું સમજાય છતાં બોલ્યું બોલાય નહિ આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહિ

સ્વરઃ ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ રમતારામ (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ

આ દુર્લભ ઓડિયો ક્લીપ આપવા બદલ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો અને ગીતનો પાઠ પૂરો પાડવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]